સંજય દત્તે, પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી
મુંબઈ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) અભિનેતા સંજય દત્ત પોતાના તાજેતરના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. શેખર સુમનના કાર્યક્રમ ''શેખર ટુનાઈટ''માં વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમને હવે ભારતમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. તેમના આ ન
સંજય દત્ત


મુંબઈ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) અભિનેતા સંજય દત્ત પોતાના તાજેતરના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. શેખર સુમનના કાર્યક્રમ 'શેખર ટુનાઈટ'માં વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમને હવે ભારતમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. તેમના આ નિવેદનને લઈને સામાજિક માધ્યમો પર તેમને ટીકાઓ અને ઉપહાસનો સામનો કરવો પડ્યો. વધતા વિવાદ વચ્ચે અભિનેતાએ સામાજિક માધ્યમો પર એક લખાણ વહેંચીને પોતાના નિવેદનનો સંદર્ભ સ્પષ્ટ કર્યો છે.

સંજય દત્તે કહ્યું કે, તેમનો ઇરાદો કોઈ વ્યક્તિ, સમુદાય કે, સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો, તેમનું અપમાન કરવાનો કે અનાદર કરવાનો બિલકુલ નહોતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણી એક પૂર્વ નિર્ધારિત વાતચીતનો ભાગ હતી, જેનો ઉદ્દેશ્ય હળવું-ફૂલકું અને હાસ્યપૂર્ણ વાતાવરણ બનાવવાનો હતો. અભિનેતાએ પોતાના નિવેદનને 'મુન્નાભાઈ' જેવી ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા હાસ્ય અને વ્યંગ્ય સાથે જોડતા કહ્યું કે, તેમનો સંદર્ભ 'ગાંધીગીરી'ની તે વિચારધારાથી હતો, જે પ્રેમ, આત્મીયતા, એકજુટતા અને સદ્ભાવનાનો સંદેશ આપે છે.

ખરેખર, કાર્યક્રમ દરમિયાન સંજય દત્તે કહ્યું હતું કે, ભારતના લોકો ખૂબ જ પ્રેમાળ છે અને દેશમાં શાંતિનું વાતાવરણ હોવું જોઈએ. આ જ દરમિયાન તેમણે કહ્યું, મને હવે આપણા દેશમાં તે શાંતિ અનુભવાતી નથી. તેમના આ નિવેદનને લઈને સામાજિક માધ્યમો પર જાત-જાતની પ્રતિક્રિયાઓ સામે આવી. હવે અભિનેતાએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે, તેમના શબ્દોને તે સંદર્ભથી અલગ સમજવામાં આવ્યા, જેમાં તેમણે તે કહ્યા હતા.

તેમણે પુનરાવર્તન કર્યું કે, તેમની મંશા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande