જીઆઈડીસી સુરત દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા
સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), સુરત કચેરી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સચિન, ઇચ્છાપોર અને ભાટપોર ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા અને હરિયા
સુરત કચેરી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન


સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), સુરત કચેરી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સચિન, ઇચ્છાપોર અને ભાટપોર ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા અને હરિયાળી તરફ એક કદમ’ના ધ્યેય સાથે યોજાયેલા આ અભિયાનમાં ઉદ્યોગકારો, અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અભિયાન અંતર્ગત GIDC પરિસર તથા આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ જાળવણીના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રસ્તાઓની આસપાસનો કચરો દૂર કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સચિન GIDC ખાતે શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીને પ્રાથમિકતા આપતા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વિશેષ ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આગની દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો, અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અને કટોકટીની પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં GIDC સુરત, સચિન તથા હજીરા નોટિફાઇડ એરિયાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande