શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સ 518 અંક ઉછળ્યો
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.). આરબીઆઈ ની નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠક પહેલાં, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું. બજારના બંને મુખ્ય સંવેદી સૂચકાંકો સેન્સેક્સમાં લગભગ 520 અંક અને નિફ્ટીમાં પણ 180 અંકનો ઉછાળો જોવા
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.). આરબીઆઈ ની નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠક પહેલાં, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું. બજારના બંને મુખ્ય સંવેદી સૂચકાંકો સેન્સેક્સમાં લગભગ 520 અંક અને નિફ્ટીમાં પણ 180 અંકનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 517.62 અંક એટલે કે 0.72 ટકાના ઉછાળા સાથે 72,427.33 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી પણ 132.45 અંક એટલે કે 0.59 ટકા વધીને 22,554.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને એફએમસીજી શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે.

આ ઉપરાંત, ભારતીય ચલણની વાત કરીએ તો રૂપિયામાં પણ હળવી મજબૂતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા વિનિમય બજારમાં શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 96.20 પર કારોબાર કરતો જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે, 01 ઓક્ટોબર, શુક્રવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 570 અંક ઘટીને 71,910 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 198 અંકના ઘટાડા સાથે 22,422 અંક પર બંધ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande