
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, મંગળવારે પાકિસ્તાનની ત્રણ દિવસની સત્તાવાર યાત્રા પર ઇસ્લામાબાદ પહોંચ્યા. ગુટેરેસ નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડારના આમંત્રણ પર 6 થી 8 ઓક્ટોબર સુધી પાકિસ્તાનમાં રહેશે. વિદેશ મંત્રાલયની એક્સ પોસ્ટ અનુસાર, કાર્યકારી વિદેશ સચિવ રાજદૂત નબીલ મુનીરે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનું સ્વાગત કર્યું.
ધ ન્યૂઝના અહેવાલ અનુસાર, ગુટેરેસ તેમની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશમંત્રી ડાર, સેના પ્રમુખ અને સંરક્ષણ દળોના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને મળશે. ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય નિરીક્ષક જૂથ મુખ્યાલયની મુલાકાત પણ લેશે. વિદેશ કાર્યાલયે જણાવ્યું કે, આ યાત્રા બહુપક્ષીયવાદ માટે પાકિસ્તાનના સતત સમર્થનને દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ