પાટણમાં 30 મહિલાઓને ફેશન ડિઝાઇનિંગ તાલીમ બાદ સિલાઈ મશીન આપવામા આવ્યા.
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં ઓએનજીસી મહેસાણા એસેટના સીએસઆર વિભાગ અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી ‘સ્ટિચિંગ ફ્યુચર્સ – ફેશન ડિઝાઇનર ટ્રેનિંગ’ પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. હોટેલ ધ ગ્રાન્ડ પિયાનો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલીમ પૂર્ણ કરનાર
પાટણમાં 30 મહિલાઓને ફેશન ડિઝાઇનિંગ તાલીમ બાદ સિલાઈ મશીન અપાઈ


પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં ઓએનજીસી મહેસાણા એસેટના સીએસઆર વિભાગ અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી ‘સ્ટિચિંગ ફ્યુચર્સ – ફેશન ડિઝાઇનર ટ્રેનિંગ’ પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. હોટેલ ધ ગ્રાન્ડ પિયાનો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલીમ પૂર્ણ કરનાર 30 મહિલાઓને સિલાઈ મશીન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ અંતર્ગત 15 મે 2026થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન પાટણની 30 મહિલાઓને ફેશન ડિઝાઇનિંગ અને સિલાઈ ક્ષેત્રની ખાસ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય હેતુ મહિલાઓને કૌશલ્ય સાથે જોડીને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો હતો. તાલીમ પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતાનું કામ શરૂ કરી આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન ભેટમાં આપવામાં આવ્યા હતા.

સમાપન સમારોહમાં ઓએનજીસી મહિલા સમિતિના રાખી સુનિલ કુમાર સહિત સ્નિગ્ધા કંધોરી, વિભા પાંડે, અર્ચના પાંડે, પદમા રાવ, રીતુ સિંધ, સવિતા સડમાકે, માયા હજારીકા અને અર્પના અગ્રહરી હાજર રહ્યા હતા. સીએસઆર વિભાગના વિકાસ તિવારી, રવીન્દ્ર બોડકે, દાદુજી ચાવડા અને ભીખુજી રાજપૂત તેમજ ગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલ ગુરૂ, મંત્રી ગીતા પરમાર, ઉપપ્રમુખ દર્શન પરમાર અને તાલીમાર્થી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન મહેશકુમાર જાલાએ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande