પોરબંદર જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન-સેવા મેરા યોગદાન’ અંતર્ગત ખાપટ ખાતે કિશોરીઓ માટે વિશેષ  કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.)‘સેવા સંકલ્પ અભિયાન-સેવા મેરા યોગદાન’ના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), ખાપટ ખાતે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ
પોરબંદર  જિલ્લામાં  ‘સેવા સંકલ્પ અભિયાન-સેવા   મેરા યોગદાન’ અંતર્ગત ખાપટ ખાતે કિશોરીઓ   માટે વિશેષ  કાર્યક્રમ યોજાયો.


પોરબંદર  જિલ્લામાં  ‘સેવા સંકલ્પ અભિયાન-સેવા   મેરા યોગદાન’ અંતર્ગત ખાપટ ખાતે કિશોરીઓ   માટે વિશેષ  કાર્યક્રમ યોજાયો.


પોરબંદર  જિલ્લામાં  ‘સેવા સંકલ્પ અભિયાન-સેવા   મેરા યોગદાન’ અંતર્ગત ખાપટ ખાતે કિશોરીઓ   માટે વિશેષ  કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.)‘સેવા

સંકલ્પ અભિયાન-સેવા મેરા યોગદાન’ના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા

વિદ્યાલય (KGBV), ખાપટ

ખાતે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં વધતા

એનિમિયાના પ્રમાણને ઘટાડવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ સરકારની વિવિધ મહિલાલક્ષી અને

બાળલક્ષી યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવાનો હતો.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ

ઓફિસર ડૉ. મનાલીબેન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કિશોરીઓને એનિમિયા શું છે, તેના મુખ્ય કારણો તથા થાક લાગવો, ચક્કર આવવા સહિતના લક્ષણો અંગે વિસ્તૃત

સમજ આપવામાં આવી હતી. એનિમિયાથી બચવા માટે લીલા શાકભાજી, ગોળ, ચણા સહિતના પોષણયુક્ત આહારનું નિયમિત

સેવન કરવા તેમજ આયર્નની ગોળીઓનું નિયમિત સેવન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં

આવ્યું હતું.

સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર કિરણબેન

દ્વારા 181

અભયમ હેલ્પલાઈન, વ્હાલી

દીકરી યોજના, બેટી

બચાવો બેટી પઢાવો યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે

માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ કે કિશોરીઓ સાથે કોઈપણ પ્રકારની હિંસા થાય ત્યારે 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરવા અપીલ

કરવામાં આવી હતી.

ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના

ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર સંધ્યાબેન દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની

કચેરીની કામગીરી તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી

આપવામાં આવી હતી.

સમગ્ર શિક્ષા અભિયાનના જેન્ડર કો-ઓર્ડીનેટર

વૈશાલીબેન પટેલ દ્વારા કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી

દ્વારા કિશોરીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, “દીકરીઓએ માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ

કરવી જોઈએ. શિક્ષણ એ સાચી તાકાત છે, જે દીકરીઓને આત્મનિર્ભર બનાવે છે.”

તેમણે દીકરીઓને મોટા સપના જોવા અને તેને સાકાર કરવા સખત મહેનત કરવા પ્રેરણા આપી

હતી.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત અભ્યાસમાં

પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ-6થી ધોરણ-11ની કુલ 9 દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત

ઉપસ્થિત મહેમાનોને જ્યુટ બેગ મોમેન્ટો તરીકે અર્પણ કરીને પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ

આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું સંચાલન DHEW દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ KGBVના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande