પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરાઇ
પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત રાખવા માટે સતત સફાઈ કામગીરીની સાથે જાહેર સ્થળોએ ગંદકી કરનારા તથા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે નિયમિતપણે દંડાત્મક કાર
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  સ્વચ્છતા  જાળવવા  કાર્યવાહી કરાઇ


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  સ્વચ્છતા  જાળવવા  કાર્યવાહી કરાઇ


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  સ્વચ્છતા  જાળવવા  કાર્યવાહી કરાઇ


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  સ્વચ્છતા  જાળવવા  કાર્યવાહી કરાઇ


પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત રાખવા માટે સતત

સફાઈ કામગીરીની સાથે જાહેર સ્થળોએ ગંદકી કરનારા તથા પ્રતિબંધિત સિંગલ યુઝ

પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે નિયમિતપણે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ

ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તેમજ સિંગલ યુઝ

પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર લોકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.

સેનિટેશન શાખાની ટીમ દ્વારા કરવામાં આવેલી

કાર્યવાહીમાં કુલ 22 વ્યક્તિઓને રૂ.6000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા

દ્વારા માત્ર દંડ વસૂલવાનો હેતુ ન રાખતા નાગરિકો અને વેપારીઓમાં સ્વચ્છતા તથા

પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે સમજ આપવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા

જળવાઈ રહે તે માટે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરો નિયત સ્થળે જ નાખવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સ્વચ્છ શહેરની જવાબદારી માત્ર

મહાનગરપાલિકાની નહીં પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી હોવાનું જણાવવામાં

આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande