અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી
- ચાલક લઘુશંકા માટે નીચે ઊતર્યો ને સર્જાયો અકસ્માત મોટી દુર્ઘટના ટળી - કેનાલમાં ખાબકેલી ઈનોવા કારને ક્રેન વડે બહાર કઢાઈ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા ભરૂચ, 07 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વરમાં ચાલકની એક નાનકડી બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્
અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી

અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી

અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી

અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી

અંકલેશ્વર હેન્ડબ્રેક મારવાનું ભૂલ્યા અને ઈનોવા કાર કાપોદ્રા કેનાલમાં ખાબકી

- ચાલક લઘુશંકા માટે નીચે ઊતર્યો ને સર્જાયો અકસ્માત

મોટી દુર્ઘટના ટળી

- કેનાલમાં ખાબકેલી ઈનોવા કારને ક્રેન વડે બહાર કઢાઈ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા

ભરૂચ, 07 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વરમાં ચાલકની એક નાનકડી બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. કાર ચાલક બાથરૂમ કરવા માટે કારમાંથી બહાર નીકળ્યો હતો, પરંતુ હેન્ડબ્રેક મારવાનું ભૂલી જતાં કાર જાતે જ રોડ પસાર કરીને કેનાલમાં ખાબકી હતી. સ્થાનિક લોકો અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક કાપોદ્રા પાટિયા પાસે ઇનોવા કાર કેનાલમાં ખાબકતાં ભારે ચકચાર મચી હતી. સમૃદ્ધિ પાર્ક સામે બનેલી આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા નજીક કારચાલક રસ્તા પર રાત્રિના બાથરૂમ જવા માટે પોતાની ઈનોવા કારમાંથી બહાર નીકળ્યા હતા. જોકે, તે સમયે ઉતાવળમાં કારની હેન્ડબ્રેક મારવાનું રહી ગયું હતું. હેન્ડબ્રેક ન મરાઈ હોવાથી કાર અચાનક રોલ થઈને ચાલવા લાગી હતી અને જોતજોતામાં રોડની એક તરફથી બીજી તરફ પસાર થઈને સામે આવેલી કેનાલમાં ખાબકી હતી.

અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તુરંત જ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી ઈનોવા કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.

કાર કેનાલમાં ખાબકી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા થોડા જ સમય માટે સ્થળ પર લોકોના મોટાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કારમાં કોઈ મુસાફરો ન હોવાથી અને ચાલક બહાર હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાની કે ઈજા થઈ નથી, જેથી સ્થાનિકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande