ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત ગાંધીગ્રામ સ્ટેશન પર આરપીએફની સતર્કતા અને તત્પરતાથી સગીર બાળકને મળ્યું સુરક્ષિત સંરક્ષણ
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે RPF દ્વારા સતત સંવેદનશીલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં 06 ઓક્ટોબર 2026ના રોજ બોટાદ RPF પોસ્ટને રેલ મદદ મારફતે ટ્રેન
ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત ગાંધીગ્રામ સ્ટેશન પર આરપીએફની સતર્કતા અને તત્પરતાથી સગીર બાળકને મળ્યું સુરક્ષિત સંરક્ષણ


ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે RPF દ્વારા સતત સંવેદનશીલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં 06 ઓક્ટોબર 2026ના રોજ બોટાદ RPF પોસ્ટને રેલ મદદ મારફતે ટ્રેન નંબર 20966માં એક સગીર બાળક એકલો અને રડતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

માહિતી મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને ગાંધીગ્રામ સ્ટેશન પર તૈનાત કોન્સ્ટેબલ વિકાસ કુમારે બાળકને સુરક્ષિત રીતે પોતાના સંરક્ષણમાં લીધો. પૂછપરછ દરમિયાન બાળકે પોતાની ઉંમર 13 વર્ષ હોવાનું જણાવ્યું. બાળકના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને તે પોતાની બહેન સાથે રહેતો હતો, પરંતુ હાલમાં તેની બહેન અંગે તેને કોઈ માહિતી ન હતી.

RPF દ્વારા તાત્કાલિક GRP સાબરમતી તથા બાળ કલ્યાણ સમિતિ (CWC), એલિસબ્રિજ, અમદાવાદને જાણ કરવામાં આવી અને બાળકની જરૂરી તબીબી તપાસ વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ ખાતે કરાવવામાં આવી. જરૂરી કાગળ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રયાસ શોર્ટ સ્ટે શેલ્ટર હોમ, સરસપુર, અમદાવાદ ખાતે સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો.

આ માનવીય કાર્યવાહી બદલ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાની પ્રશંસા કરી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે સંબંધિત એજન્સીઓના સંકલન સાથે ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande