જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે આર.ટી.આઈ. વીક અંતર્ગત પરિસંવાદ યોજાશે
ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૦૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવતા “આર.ટી.આઈ. વીક સેલિબ્રેશન” અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંગ
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે આર.ટી.આઈ. વીક અંતર્ગત પરિસંવાદ યોજાશે


ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૦૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવતા “આર.ટી.આઈ. વીક સેલિબ્રેશન” અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંગે વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનર નિખિલભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહીને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ તથા તેના નિયમોના સંદર્ભમાં માર્ગદર્શન પૂરું પાડશે.

આ પરિસંવાદનું આયોજન કલેક્ટર કચેરી ખાતેના મુખ્ય સભાખંડમાં કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનનો સમય બપોરે ૦૨:૩૦ થી ૦૩:૦૦ કલાકનો રહેશે અને પરિસંવાદનો સમય બપોરે ૦૩:૧૫ થી ૦૫:૦૦ કલાકનો રહેશે. આ પરિસંવાદમાં જિલ્લા તથા તાલુકા કચેરીઓના જાહેર માહિતી અધિકારીશ્રીઓ, પ્રથમ અપીલ સત્તાધિકારીઓ તેમજ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી માહિતી અધિકાર અધિનિયમ અંગે માર્ગદર્શન મેળવી શકશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande