વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અકસ્માત નિવારણ ઓપન હાઉસ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ ,આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડ્રાઇવરો-કંડકટર સહિત તમામ કર્મચારીઓ
વેરાવળ એસ.ટી. ડેપો ખાતે


ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ ,આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડ્રાઇવરો-કંડકટર સહિત તમામ કર્મચારીઓને તમાકુના સેવનથી થતા નુકસાન, જોખમી પરિબળો તેમજ વ્યસન છોડવાના ફાયદા અને તમાકુ નિયંત્રણ ધારો COTPA - 2003 વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

વધુમાં બસ સ્ટેશન ખાતે તમાકુ નિયંત્રણ ધારાની કલમ-૪ જાહેરમાં ધૂમપાન કરવા પર પ્રતિબંધ અન્વયે સખ્ત અમલીકરણ અને બસમાં કોઈપણ મુસાફર, ડ્રાઇવર, કન્ડક્ટર ધૂમ્રપાન ન કરે તે અંગે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. ‘તંદુરસ્ત જીવન થી તંદુરસ્ત સમાજ’નો સંદેશો આપી તમામ સ્ટાફને બેગ વિતરણ કરવામાં આવી હતી. આ સાથે જ ડ્રાઇવર-કંડક્ટર ઓપન હાઉસ યોજી અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપી ચાલુ બસે મોબાઇલનો ઉપયોગ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જોખમી ઓવરટેકિંગ ન કરવા વગેરે ડ્રાઈવિંગ લક્ષી બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande