ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓના ડ્રાઇવર કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુસર આર.ટી.ઓ.ગીર સોમનાથ તથા સ્પીપા રાજકોટ દ્વારા ઈણાજ ખાતે સરકારી વાહનચાલકો માટે રોડ સેફ્ટી ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ દરમિયાન આર.ટી.ઓ ઇન્સ્પેક્
વિવિધ સરકારી કચેરીઓના ડ્રાઇવર કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ


ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુસર આર.ટી.ઓ.ગીર સોમનાથ તથા સ્પીપા રાજકોટ દ્વારા ઈણાજ ખાતે સરકારી વાહનચાલકો માટે રોડ સેફ્ટી ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમ દરમિયાન આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર પી.એન.માંગુકિયા દ્વારા મોટર વ્હીકલ એક્ટ તથા ગવર્મેન્ટ નિયમો વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે હિનલ કુવાડિયા દ્વારા વાણી, વર્તન, શિસ્ત અને પ્રોટોકોલ વિષય પર ઉપયોગી અને વ્યવહારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન ‘રાહવીર’ યોજના અંગે માહિતી, પીએમ-રાહત યોજના,અકસ્માત સમયે તાત્કાલિક 108/112 નો ઉપયોગ કરવા અંગે સમજણ, બ્લેકસ્પોટ વિસ્તારમાં સાવચેતી, વાહન ચલાવતી વખતે મિરરનો યોગ્ય ઉપયોગ, રોડસાઇડ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ/પાર્કિંગ, બે-ચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, સીટ બેલ્ટ, સ્પીડ લિમિટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં સરકારી વાહનચાલકો પોતાની જવાબદારી સમજી અન્ય લોકો માટે રોડ સેફ્ટીના ઉદાહરણરૂપ બને તે અંગે માર્ગદર્શન આપી માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande