હારીજના સામાજિક કાર્યકર જનક ઠક્કરને રાષ્ટ્રીય કક્ષાનો 'નેશનલ એવોર્ડ ફોર સોશિયલ સર્વિસ' એનાયત
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) : હારીજના જાણીતા સામાજિક કાર્યકર જનકભાઈ સી. ઠક્કરને તેમની નિઃસ્વાર્થ સામાજિક સેવાઓ બદલ રાષ્ટ્રીય કક્ષાના ''નેશનલ એવોર્ડ ફોર સોશિયલ સર્વિસ''થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવ ભારત રેકગ્નિશન કાઉન્સિલ દ્વારા સમાજસેવાના ક્ષેત્ર
હારીજના સામાજિક કાર્યકર જનકભાઈ ઠક્કરને રાષ્ટ્રીય કક્ષાનો 'નેશનલ એવોર્ડ ફોર સોશિયલ સર્વિસ' એનાયત


પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) : હારીજના જાણીતા સામાજિક કાર્યકર જનકભાઈ સી. ઠક્કરને તેમની નિઃસ્વાર્થ સામાજિક સેવાઓ બદલ રાષ્ટ્રીય કક્ષાના 'નેશનલ એવોર્ડ ફોર સોશિયલ સર્વિસ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવ ભારત રેકગ્નિશન કાઉન્સિલ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાનની કદર કરીને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.

જનકભાઈ ઠક્કર લાંબા સમયથી ગૌશાળાઓ, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન હારીજમાં લોકોને પીવાનું પાણી, છાસ અને ઠંડા પીણાં ઉપલબ્ધ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને સંસ્થાઓને આર્થિક સહાયની સાથે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ આપે છે.

'માનવસેવા એ જ ઉત્તમ સફળતા છે' એવા જીવનમંત્ર સાથે સતત સમાજસેવામાં કાર્યરત જનકભાઈ ઠક્કરની સેવાઓને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હારીજના સ્થાનિક નાગરિકો, શુભેચ્છકો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવી તેમની સેવાભાવનાની પ્રશંસા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande