જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની ગ્રામીણ આઈ.ટી.ક્વિઝ 2026 યોજાઈ
જુનાગઢ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) પ્રેરિત અને બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ગ્રામીણ આઈ.ટી.ક્વિઝ (Rural IT
જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની


જુનાગઢ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) પ્રેરિત અને બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ગ્રામીણ આઈ.ટી.ક્વિઝ (Rural IT Quiz)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં માહિતી પ્રૌદ્યોગિકી,ડિજિટલ જ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ તથા રસ વધારવાનો હતો.

આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી આશરે ૧૩૦ વિદ્યાર્થીઓ અને ૩૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આઈ.ટી અને ટેક્નોલોજી સંબંધિત પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ પોતાની જ્ઞાનક્ષમતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આશિષભાઈ મહિડા, AEI, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જૂનાગઢ, માતંગભાઈ પુરોહિત, પ્રેમાનંદ વિદ્યા સંકુલ, જૂનાગઢ તથા મહેશભાઈ તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande