
જુનાગઢ, 07 ઓક્ટોબર (હિ.સ.) : વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત કૃષિ યુનિવર્સિટી સરદાર સભા ગૃહ ખાતે સરકારી માધ્યમિક શાળા બામણગઢ ની દીકરીઓએ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે વિકસિત ભારત અંતર્ગત વિવિધ પ્રતિકો દ્વારા જેવાકે અનાજ, કઠોળ વિવિધ રંગ, ફૂલની કળી ,રેતી અને પાંદડાનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શાળાના આચાર્ય ડૉ. કોકિલા આર ઉંધાડ વિદ્યાર્થીઓ સાથે રહી તેમને બિરદાવ્યા હતા.
જૂનાગઢના તમામ તાલુકાઓમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાની કળાનો પરિચય મેળવ્યો હતો. આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ