રાજકોટમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના 9 વર્ષ પૂર્ણ: 58000થી વધુ પશુઓને નિઃશુલ્ક સારવાર મળી
રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાને ૯ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા નવ વર્ષ દરમિયાન જિલ્લામાં ૫૮
કરુણા એનિમલ હેલ્પલાઇન


રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાને ૯ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા નવ વર્ષ દરમિયાન જિલ્લામાં ૫૮,૦૦૦થી વધુ બીમાર અને ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે.

આ પ્રસંગે રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ મેનેજર ડૉ. પ્રજ્ઞેશ ચોચા, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મનીષ ડોબરીયા, વેટરનરી ડૉક્ટર્સ અને એમ્બ્યુલન્સના પાયલોટ સ્ટાફની ઉપસ્થિતિમાં કેક કાપીને સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત તેમજ બીમાર પશુઓને સમયસર સારવાર મળી રહે તે માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પશુ કલ્યાણની આ માનવતાવાદી કામગીરી દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હજારો પશુઓને નવજીવન મળ્યું છે. ઉપસ્થિત સ્ટાફ અને અધિકારીઓએ આ સેવા આગામી દિવસોમાં પણ વધુ અસરકારક રીતે આગળ વધે અને વધુમાં વધુ જરૂરિયાતમંદ પશુઓને સમયસર સારવાર મળતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande