અંજારના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ભુજમાંથી ઝડપાયો, LCB પશ્ચિમ કચ્છની કાર્યવાહી
કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસથી બચી ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ભુજ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આરોપીની ધર
અંજાર કેસનો વોન્ટેડ આરોપી


કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસથી બચી ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ભુજ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આરોપીની ધરપકડ કરી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 દરમિયાન ગુનો નોંધાયો હતો. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં ભુજ તાલુકાના નાના વરનોરા ગામનો રહેવાસી 27 વર્ષીય મજીદ ઉમર મેર પોલીસની ધરપકડથી દૂર રહી નાસતો ફરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે LCBની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન અમનનગર ચોકડી નજીક એક શખ્સની હાજરી અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતાં મજીદ ઉમર મેર મળી આવ્યો હતો.

પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં તે પોલીસથી નાસતો ફરતો હોવાની હકીકત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આરોપીને BNSSની જોગવાઈ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande