પોલીસથી બચીને ફરતા આરોપીને એલસીબી એ દબોચી લીધો
કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજને મહત્વની સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં
વોન્ટેડ આરોપી પકડાયો


અંજાર કેસનો વોન્ટેડ આરોપી


કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજને મહત્વની સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસથી બચીને ફરતા આરોપીને ભુજ તાલુકાના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. આ કામગીરીના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને આરોપીઓની તપાસ કરી રહી હતી.

દરમિયાન LCBના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, મોટાપીર ચોકડી નજીક એક શખ્સ હાજર છે, જે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસને જરૂરી હતો. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા પોલીસે તેને કબજામાં લીધો હતો.

પોલીસે તેની ઓળખ કાસમ જખરા મોખા, ઉંમર 42 વર્ષ, રહે. નાના વરનોરા, તાલુકો ભુજ તરીકે કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હોવાનું અને આ કેસમાં ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.

કાસમ જખરા મોખા વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આરોપીને BNSSની કલમ 35(1) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી LCB PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI પંકજકુમાર કુશવાહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન જોષી, શ્યામ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande