બેટરી ચોરીની ફરિયાદ બાદ પોલીસની ત્વરિત કાર્યવાહી, ગાંધીધામમાં ચોરાયેલ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો
કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) :શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા અને ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાંધીધામ એ-ડિવીઝન પોલીસને બેટરી ચોરીન
ગાંધીધામ ચોરી કેસનો આરોપી


કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) :શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા અને ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાંધીધામ એ-ડિવીઝન પોલીસને બેટરી ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ચોરીમાં ગયેલી બેટરી સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેટરી ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે તા. 5 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચોરીમાં ગયેલા મુદ્દામાલની શોધખોળ તેમજ ઘટનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા વિસ્તારના વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે શંકાસ્પદ હિલચાલ અંગે તપાસ કરવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતાં ગાંધીધામના ઝંડા ચોક વિસ્તારમાં ગુરુદ્વારાની બાજુમાં રહેતા 32 વર્ષીય ધર્મેન્દ્ર દિલીપભાઈ માજીરાણાને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેની પાસેથી ચોરીમાં ગયેલી એક્સાઈડ કંપનીની એક બેટરી મળી આવી હતી. જપ્ત કરાયેલી બેટરીની અંદાજિત કિંમત રૂ. 10 હજાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પ્રાથમિક તપાસમાં મળી આવેલી બેટરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાંથી ચોરાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande