માતાના મઢમાં પ્રસાદની શુદ્ધતા પર એફડીસીએની નજર, 31 ખાદ્ય નમૂના લેબમાં મોકલાયા
કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભક્તોની વધતી અવરજવર વચ્ચે તેમને શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ફૂડ એન્ડ
માતાનામઢ ખાતે ફૂડ વિભાગની ચેકીંગ


માતાનામઢ ખાતે ફૂડ વિભાગની ચેકીંગ


માતાનામઢ ખાતે ફૂડ વિભાગની ચેકીંગ


માતાનામઢ ખાતે ફૂડ વિભાગની ચેકીંગ


કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભક્તોની વધતી અવરજવર વચ્ચે તેમને શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છ દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માતાના મઢ મંદિર આસપાસ આવેલી મીઠાઈ તથા પ્રસાદની દુકાનોમાં ફૂડ સેફ્ટી ઓફિસર એસ. બી. પટેલ અને એમ. એમ. પટેલ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદારોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને તાજગી જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રસાદ તરીકે ખરીદવામાં આવતી મીઠાઈઓ આરોગ્યને નુકસાન ન પહોંચાડે તે બાબતે વેપારીઓને તકેદારી રાખવા જણાવાયું હતું.

તપાસ દરમિયાન વિવિધ દુકાનોમાંથી કુલ 31 જેટલા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. તેમાં પેંડા, મિલ્ક કેક, સાકરીયા, રેવડી, પકવાન, ખાંડ-સાકર, સાટા અને થાબડી પેંડા સહિતના પ્રસાદ તથા અન્ય ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. લેવામાં આવેલા તમામ નમૂનાઓ ગુણવત્તા અને સલામતીના માપદંડોની ચકાસણી માટે લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત માતાના મઢ તરફના માર્ગો પર પદયાત્રીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમિતિઓ દ્વારા ઉભા કરાયેલા સેવા કેમ્પોની પણ મુલાકાત લેવામાં આવી હતી. કેમ્પના સંચાલકો અને સેવાભાવીઓ સાથે વાતચીત કરી ખાદ્યપદાર્થો તથા પીવાના પાણીની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

FDCA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવરાત્રી દરમિયાન ભક્તોની સંખ્યા વધતી રહે તે ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષાને લગતી તપાસ અને માર્ગદર્શનની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માતાના મઢે આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande