
પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના ધ્રુબકાનેશ વિસ્તારમાં દેશી દારૂના જથ્થા સાથે પોલીસે રૂ.40,400નો મુદ્દામા લઝડપી પાડ્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાણાવાવ પોલીસ દ્વારા ધ્રુબકાનેશમાં આરોપી રાણા આડાભાઈ ચાવડાના જૂના વાડા પાછળ બાવળના ઝાડ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં ગેરકાયદેસર રીતે રાખેલો કુલ 200 લીટર દેશી પીવાનો દારૂ, જેની કિંમત રૂ.40,000 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ રૂ.40,400નો
મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન આરોપી રાણા આડાભાઈ ચાવડા, રહે. ધ્રુબકાનેશ, તા.રાણાવાવ, હાજર નહીં મળતા રાણાવાવ પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya