




પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના માધ્યમથી
રાષ્ટ્રસેવાના 25
વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોરબંદરમાં ‘વિકસિત ભારત
સંકલ્પ સભા’ તથા ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના તાજાવાલા હોલ અને બિરલા હોલ ખાતે
યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનએ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા
આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ‘વિકસિત ભારત’ના નિર્માણ
માટે પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે ‘સેવા જ્યોતિ’
પ્રજ્વલિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન દરમિયાન જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણ ક્ષેત્રે
આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ
કરવામાં આવ્યો હતો. તાજાવાલા હોલથી પ્રસ્થાન કરેલી આ યાત્રા હાર્મની ફુવારાથી
એસ.વી.પી. રોડ અને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ તાજાવાલા હોલ ખાતે પૂર્ણ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya