




- હેપ્પી રેસિડન્સીમાં બિલ્ડરે પ્લોટિંગ કરી તેમાં માટી પુરાણ કરવા ખેડૂતના ખેતરમાંથી માટી ખોદી પુરાણ કર્યું.
ભરૂચ, 07 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે અંદાડાના ખેડૂતની જમીનમાં બિલ્ડરે 15 વર્ષના 25 ઘટાદાર લીમડાના વૃક્ષો જેસીબીથી ઉખેડી નાખ્યા આવેલ વાધી રોડ પર સુરતના બિલ્ડરની મનમાની ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વાધી અંદાડા રસ્તા પરના ખેડૂતની જમીનમાં બિલ્ડરે 15 વર્ષના 25 ઘટાદાર લીમડાના વૃક્ષો જેસીબીથી ઉખેડી નાખ્યા પર આવેલી 'હેપ્પી રેસીડેન્સીની બાજુમાં ખેતર ધરાવતા સ્થાનિક ખેડૂત પ્રવીણ ઈશ્વર પટેલની માલિકીની જમીનમાં ઘૂસીને બિલ્ડરે આશરે 15 વર્ષથી પણ જૂના અને 25 કરતા વધારે ઘટાદાર લીમડાના વૃક્ષો જેસીબી વડે ઉખાડી ફેંકી દેતા ભારે વિવાદ સર્જાયો છે. આ બિલ્ડરે 15 વર્ષના ઘટાદાર અને 25 લીમડા કાપવાની પરવાનગી ક્યાંથી મેળવી હશે અને આ વૃક્ષોની બદલીમાં 150 જેટલા વૃક્ષો ક્યાં વાવ્યા હશે તેની પણ તપાસ કાયદેસર થવી જોઈએ જો આ વૃક્ષોની બદલીમાં નથી વાવ્યા તો કેટલાય લાખ ગણું પર્યાવરણને નુકશાન કર્યાનો દંડ અને કાયદેસર વૃક્ષ છેદન પ્રવૃતિની કલમો લગાવી તપાસ અને કાર્યવાહી થવી જોઈએ.
અંદાડા ગામ ખાતે વાધી રોડ પર 10 વર્ષ પહેલા હેપ્પી રેસિડન્સીનું નિર્માણ કરનાર સુરતના બિલ્ડર દ્વારા વર્તમાન સમયમાં બાજુની જમીનમાં નવા પ્લોટ પાડીને વેચાણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્લોટિંગ વિસ્તારમાં માટી પુરાણ કરવા માટે બિલ્ડરે ખેડૂતની પરવાનગી કે જાણ વગર જ તેમના શેઢા પર આવેલા 25 થી વધુ લીમડાના ઝાડ જેસીબીથી ઉખાડી નાખ્યા હતા. એટલું જ નહીં, બિલ્ડરે ખેડૂતના ખેતરમાં મોટું ખોદકામ કરી માટી પણ પોતાના પ્લોટિંગ તરફ લઈ જઈ બારોબાર પુરાણ કરી દીધું હતું. ખેતરમાં જેસીબી ફરી વળ્યાની જાણ થતાં જ માલિક પ્રવીણ પટેલ અને તેમનો પરિવાર ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોતાના વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન નીકળેલું જોઈએ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ખેડૂતે આ મામલે તાત્કાલિક અંદાડા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી, તેમજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવા માટે કાનૂની લડત શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ખાનગી માલિકીની ખેતીની જમીનમાં બિનઅધિકૃત પ્રવેશ, વૃક્ષોનું વિનાશક છેદન અને માટીની ચોરી અંગે હવે ખેડૂત પરિવારે આરપારની કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. તેમજ વન વિભાગને જાણ કરી વૃક્ષ છેદન અંગેની કલમો લગાવી, અંકલેશ્વર તાલુકા તંત્ર અને પોલીસ વિભાગ આ મામલે સુરતના બિલ્ડર સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ