નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત પોરબંદર જિલ્લાના પીપળીયા ખાતે આવેલી સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નશાબંધી પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો હતો. નશાના દુષ્પરિણામો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને
નશાબંધી  સપ્તાહની  ઉજવણીના  ભાગરૂપે  વિવિધ  સ્પર્ધાઓ  યોજાઈ.


નશાબંધી  સપ્તાહની  ઉજવણીના  ભાગરૂપે  વિવિધ  સ્પર્ધાઓ  યોજાઈ.


નશાબંધી  સપ્તાહની  ઉજવણીના  ભાગરૂપે  વિવિધ  સ્પર્ધાઓ  યોજાઈ.


નશાબંધી  સપ્તાહની  ઉજવણીના  ભાગરૂપે  વિવિધ  સ્પર્ધાઓ  યોજાઈ.


નશાબંધી  સપ્તાહની  ઉજવણીના  ભાગરૂપે  વિવિધ  સ્પર્ધાઓ  યોજાઈ.


પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત પોરબંદર જિલ્લાના પીપળીયા ખાતે આવેલી સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નશાબંધી

પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો હતો. નશાના

દુષ્પરિણામો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને

નશામુક્ત સમાજના નિર્માણમાં તેમની ભાગીદારી વધે તે

હેતુ થી ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નશાબંધી

અંગે વક્તવ્ય તેમજ શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ

દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં

આવી હતી. ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર

વિદ્યાર્થીઓએ નશાબંધીના વિષય પર લોકસાહિત્યની

ભાષામાં વક્તવ્ય રજૂ કર્યા હતા. લોકસાહિત્યકાર શક્તીદાનભાઈ ગઢવીએ પણ લોકસાહિત્યના માધ્યમથી નશામુક્ત સમાજનો

સંદેશ આપ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા

બનેલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મહેમાનોના

હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષક

પી.આર. ગોહિલ દ્વારા “નશો છોડો, જીવન જોડો”અને “નશામુક્ત યુવા-સશક્ત ભારત” જેવા

સંદેશ સાથે નશાના દુષ્પરિણામો અંગે અસરકારક

રજૂઆત કરવામાં આવી હતી. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત

વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ “નશામુક્ત

પરિવાર-નશામુક્ત સમાજ-નશામુક્ત ભારત” બનાવવામાં પોતાનો ફાળો આપવાનો શપથ લીધો હતો. અંતે સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળા, પીપળીયાના અધ્યાપક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

નશાબંધી સપ્તાહ કાર્યક્રમમાં નશાબંધી

અને આબકારી કચેરીના અધિક્ષક પી. આર. ગોહિલ

તથા તેમનો સ્ટાફ, લોકસાહિત્યકાર શક્તીદાનભાઈ ગઢવી, શાળાના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફની

ઉપસ્થિતિ રહી હતી. તેમના સહયોગથી કાર્યક્રમ

સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande