જામનગરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ: ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ
જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : નરેન્દ્ર મોદીના જન સેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરમાં લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રી અને સ
વિકસિત ભારત સંકલ્પ સભા


જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : નરેન્દ્ર મોદીના જન સેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરમાં લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રી અને સાંસદ પુનમબેન માડમ સહિતના પદાધિકારીઓએ દીપ પ્રગટાવી ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો.

કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દરેક નાગરિક સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતે વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આજે રાજ્યની વિકાસયાત્રા ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત વિશ્વમાં નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ‘વિકસિત ભારત @૨૦૪૭’ માત્ર સરકારનું લક્ષ્ય નથી, પરંતુ તમામ નાગરિકોના સહિયારા સંકલ્પ અને ભાગીદારીથી સાકાર થનારી રાષ્ટ્રનિર્માણની યાત્રા છે.

સાંસદ પુનમબેન માડમે વ્યક્ત કર્યું કે, ગુજરાતે સર્વાંગી વિકાસ સાધીને પોતાની પ્રગતિને વિકસિત ભારતની પરિકલ્પના સાથે જોડી છે. ભારત આજે વિશ્વની અગ્રણી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં જનસુવિધાઓને સુદૃઢ બનાવીને વિકાસને નવી ઊંચાઈ આપવામાં આવી છે, જેમાં દેશના દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ રહેવાનું છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના દિલ્હી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને વિકસિત ભારત માટેના શપથ લીધા હતા. શાળાના બાળકો દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અનાજ અને કઠોળમાંથી બનાવાયેલ રંગોળી પ્રદર્શન નિહાળી વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રજ્વલ્લિત કરાયેલી સેવા જ્યોત સાથે નિકળેલી યાત્રા વિવિધ રૂટ પરથી પસાર થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો અને કલેક્ટર સહિત સ્થાનિક અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande