પાટણ નગરપાલિકામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ના પગલે કામગીરી ખોરવાઈ, અરજદારો કલાકો સુધી અટવાયા
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ને કારણે બુધવારે નગરપાલિકાની દૈનિક વહીવટી કામગીરી ખોરવાઈ હોવાનો આક્ષેપ થયો છે. કાર્યક્રમમાં મોટાભાગના કર્મચારીઓને મોકલી દેવાતા જન્મ-મરણ અને બાંધકામ સહિતની મહત્વની શાખાઓમાં સ
પાટણ નગરપાલિકામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ના પગલે કામગીરી ખોરવાઈ, અરજદારો કલાકો સુધી અટવાયા


પાટણ નગરપાલિકામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ના પગલે કામગીરી ખોરવાઈ, અરજદારો કલાકો સુધી અટવાયા


પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ને કારણે બુધવારે નગરપાલિકાની દૈનિક વહીવટી કામગીરી ખોરવાઈ હોવાનો આક્ષેપ થયો છે. કાર્યક્રમમાં મોટાભાગના કર્મચારીઓને મોકલી દેવાતા જન્મ-મરણ અને બાંધકામ સહિતની મહત્વની શાખાઓમાં સ્ટાફ ઉપલબ્ધ ન રહ્યો હતો. જેના કારણે સવારથી આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

રાધનપુર, સાંતલપુર, કુવારા, હૈદરપુરા, વાસા અને કલાણા સહિતના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા અરજદારો સવારના 9 વાગ્યાથી કચેરીમાં રાહ જોઈ રહ્યા હતા. કેટલાક અરજદારો બપોરના 2 વાગ્યા સુધી કામગીરી શરૂ થવાની રાહ જોતા રહ્યા હતા. અરજદારોને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાનો તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદારોના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યાના અરસામાં ચીફ ઓફિસર કચેરીમાં હાજર હોવા છતાં તેમની રજૂઆતો સાંભળવામાં આવી ન હતી. કચેરીમાં રાહ જોતા નાગરિકો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના કારણે અરજદારોમાં નારાજગી જોવા મળી હતી.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા વિપક્ષના નેતા દીપક પટેલે સમગ્ર ઘટનાને વહીવટી બેદરકારી ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ભવિષ્યમાં સરકારી કાર્યક્રમો દરમિયાન પણ જન્મ-મરણ અને બાંધકામ જેવી મહત્વની સેવાઓ ચાલુ રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ અટવાયેલા અરજદારોના કામો તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande