
પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના ભોદ ગામના વાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય મહિલાએ ઘરમાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે રાણાવાવ પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુત પાસ હાથ ધરી છે.
પોલીસ નોંધ મુજબ, ભોદ ગામના વાડી વિસ્તારમાં રહેતી નિરાલીબેન કિશનભાઇ જોષી અને તેમના પતિ વચ્ચે અમદાવાદ ખાતે નવરાત્રિ કરવા જવા અંગે ચર્ચા થઇ રહી હતી દરમ્યાન પતિએ થોડા દિવસ બાદ નવરાત્રી કરવા જવાનું કહ્યું હતું. પતિની આ વાત મનમાં લાગી આવતા મહિલાએ ફિનાઇલ પી લીધી હતી. ત્યારબાદ બાદ મહિલાની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ રાણાવાવ પોલીસને થતાં પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya