દેશના દરેક જિલ્લામાં 5G પહોંચી ગયું : પ્રધાનમંત્રી મોદી
નવી દિલ્હી, 08 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભારતમાં 5જી નેટવર્ક દેશના દરેક જિલ્લામાં પહોંચી ગયું છે. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં 5.5 લાખથી વધુ 5જી બેઝ સ્ટેશનો કાર્યરત છે અને 2022ની સરખામણીએ મોબાઇલ ઇન્ટરનેટની
5G has reached every district of the country Prime Minister Modi


નવી દિલ્હી, 08 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભારતમાં 5જી નેટવર્ક દેશના દરેક જિલ્લામાં પહોંચી ગયું છે. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં 5.5 લાખથી વધુ 5જી બેઝ સ્ટેશનો કાર્યરત છે અને 2022ની સરખામણીએ મોબાઇલ ઇન્ટરનેટની ઝડપમાં 10 ગણો વધારો થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) 2026ની 10મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે પોતાના સંબોધનમાં આ વાત કહી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એક દાયકા પહેલા ડિજિટલ વિભાજન એક મોટો પડકાર હતો. તેમણે માહિતી આપી હતી કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાનના માધ્યમથી અમે સ્થિતિ બદલી છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશના દરેક જિલ્લામાં 5જી પહોંચી ગયું છે. ભારતમાં 5.50 લાખથી વધુ 'બેઝ સ્ટેશન' છે, જ્યાંથી 5જી નેટવર્ક કાર્યરત છે.

તેમણે કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ક્રાંતિ સાથે ગામના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારું લક્ષ્ય 25 કરોડ વિદ્યાર્થીઓને શિક્ષણના જે પણ ડિજિટલ અને ઓનલાઇન માધ્યમ હોય તેની સાથે જોડવાનું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ કનેક્ટિવિટીએ શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનાથી લોકોનું જીવન સરળ બની રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande