
ઢાકા (બાંગ્લાદેશ), 08 ઓક્ટોબર (હિ.સ.) : બાંગ્લાદેશ અંસાર એન્ડ વિલેજ ડિફેન્સ પાર્ટી (વી. ડી. પી.) ને દેશમાં આ પ્રસંગે શણગારવામાં આવેલા શારદીય નવરાત્રિ અને દુર્ગા પંડાલોની સુરક્ષા સોંપવામાં આવી છે. બાંગ્લાદેશ અંસાર એન્ડ વિલેજ ડિફેન્સ પાર્ટી ગૃહ મંત્રાલય હેઠળ સહાયક અર્ધલશ્કરી દળ છે. આ દળે શારદીય દુર્ગા પૂજાની સલામત અને શાંતિપૂર્ણ ઉજવણી માટે સમગ્ર દેશમાં આગોતરા સુરક્ષા પગલાં શરૂ કર્યા છે.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દળના સભ્યોએ દેશભરમાં મૂર્તિ નિર્માણ સ્થળો, પૂજા પંડાલો અને મંદિરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે, એમ બુધવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આયોજન સમિતિઓના નેતાઓ, મંદિરના અધિકારીઓ અને મૂર્તિ બનાવનારાઓ સાથે વાતચીત થઈ રહી છે. બાંગ્લાદેશ અંસાર એન્ડ વિલેજ ડિફેન્સ પાર્ટીના મહાનિદેશક મેજર જનરલ અબ્દુલ મોતાલેબ સજ્જાદ મહમુદના નિર્દેશ હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિને ટાળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે સંકલન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ડીજીએ દુર્ગા પૂજા પંડાલોમાં એકંદર સુરક્ષા અને શિસ્ત જાળવવા અને કટોકટીના કિસ્સામાં ઝડપી અને સંકલિત કાર્યવાહી કરવા માટે પણ સહકાર માંગ્યો છે. દુર્ગા પંડાલોમાં દળના સભ્યોને તૈનાત કરવાની પદ્ધતિઓ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ