


પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી
સેવા–2026’
અંતર્ગત “એક દિવસ, એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન”ના સંકલ્પ સાથે મહાનગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા
અભિયાન યોજાયું હતું.
શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવાના હેતુથી
યોજાયેલા આ અભિયાનમાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિવિધ વોર્ડમાં
અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ
કમિશનર ટી.સી. તીરથાણી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ
ઓડેદરા, ડેપ્યુટી
કમિશનર કિશન ગરસર, મનન ચતુર્વેદી સહિત કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના
અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન દરમિયાન નાગરિકોને જાહેર સ્થળોની
સ્વચ્છતા જાળવવા તેમજ કચરો યોગ્ય જગ્યાએ જ નાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં પરંતુ સૌની સામૂહિક જવાબદારી છે તેવો સંદેશ
આપતા પોરબંદરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા નગરજનોને સતત સહભાગી બનવા અપીલ
કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya