પાટણના ડો. જિગ્નેશ ત્રિવેદી સતત બીજા વર્ષે વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ
પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસમાં ઝૂઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જિગ્નેશકુમાર નર્મદાશંકર ત્રિવેદીનો સતત બીજા વર્ષે વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ થયો છે. સ્ટેનફ
પાટણના ડો. જિગ્નેશ ત્રિવેદી સતત બીજા વર્ષે વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ.


પાટણના ડો. જિગ્નેશ ત્રિવેદી સતત બીજા વર્ષે વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ.


પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસમાં ઝૂઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જિગ્નેશકુમાર નર્મદાશંકર ત્રિવેદીનો સતત બીજા વર્ષે વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ થયો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને એલ્સેવિયર દ્વારા જાહેર કરાયેલા ‘ટોપ 2% સિંગલ યર વર્લ્ડ રેન્કિંગ’માં બાયોલોજી મેન-ફીલ્ડ અને ઝૂઓલોજી સબ-ફીલ્ડ હેઠળ તેમણે વિશ્વભરમાં 412મો ક્રમ મેળવ્યો છે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પ્રકાશન સંસ્થા એલ્સેવિયર દ્વારા વિશ્વભરના સંશોધકોના સંશોધન કાર્યના આધારે આ યાદી જાહેર કરવામાં આવે છે. ડો. ત્રિવેદીએ વર્ષ 2025 બાદ હવે 2026માં પણ આ યાદીમાં સ્થાન જાળવી રાખીને સતત બીજી વખત આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. અગાઉ 2025માં પસંદગી બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પ્રશંસા પત્ર પાઠવ્યો હતો.

ડો. જિગ્નેશ ત્રિવેદી મુખ્યત્વે મરીન બાયોલોજી, પ્રાણી વર્ગીકરણ અને માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ પર સંશોધન કરી રહ્યા છે. સમુદ્રી જીવસૃષ્ટિની નવી પ્રજાતિઓની ઓળખ અને વર્ગીકરણ તેમજ જળચર જીવો પર માઇક્રોપ્લાસ્ટિકની ઝેરી અસરો અંગે તેમના સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે.

આ વૈશ્વિક ઉપલબ્ધિ બદલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર, લાઈફ સાયન્સીસ વિભાગના વડા, અધ્યાપકો અને સંશોધક વિદ્યાર્થીઓ સહિત યુનિવર્સિટી પરિવાર દ્વારા ડો. જિગ્નેશકુમાર ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande