અકવાડા પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી અંગે ફાયર ડેમોસ્ટ્રેશન યોજાયું
ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા અકવાડા ગામ ખાતે આવેલી અકવાડા કેન્દ્રીય વર્તી શાળા નંબર-૬૬, જેનું નવું નામ શ્રી પ્રભાશંકર પટણી પ્રાથમિક શાળા છે, ખાતે ફાયર સેફ્ટી અંગે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામ
ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી


ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા અકવાડા ગામ ખાતે આવેલી અકવાડા કેન્દ્રીય વર્તી શાળા નંબર-૬૬, જેનું નવું નામ શ્રી પ્રભાશંકર પટણી પ્રાથમિક શાળા છે, ખાતે ફાયર સેફ્ટી અંગે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં આગ જેવી આપત્તિના સમયે સલામતીના પગલાં અંગે જાગૃતિ લાવવાનો હતો.

ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ લાગવાના વિવિધ સંજોગો, આગથી બચવા માટેની તકેદારીઓ તથા કટોકટીની પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતના અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આગ લાગ્યા બાદ ગભરાયા વિના સૌપ્રથમ સલામત સ્થળે પહોંચવા, અન્ય લોકોને જાણ કરવા તેમજ ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

ફાયર વિભાગના જવાનોએ વિવિધ પ્રકારની આગને કાબૂમાં લેવાની પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ સમગ્ર ડેમોસ્ટ્રેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાયર સેફ્ટી અંગેના પ્રશ્નો પૂછી જરૂરી માહિતી મેળવી હતી.

શાળા પરિવાર દ્વારા ફાયર વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગેની સમજ વધુ મજબૂત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande