શાહ એચ. ડી. હાઇસ્કૂલ, ઉના ખાતે સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસ સ્ટેશન ઉના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા શાહ એચ. ડી. હાઇસ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાયબર જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને મો
શાહ એચ. ડી. હાઇસ્કૂલ, ઉના


ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસ સ્ટેશન ઉના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા શાહ એચ. ડી. હાઇસ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાયબર જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને મોબાઇલ અને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ, અજાણી લિંક પર ક્લિક ન કરવું, ઓટીપી તથા પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો, સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી જાહેર ન કરવી તેમજ ઓનલાઇન છેતરપિંડી, ફિશિંગ, ફેક એકાઉન્ટ અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને સાયબર ગુનાનો ભોગ બને ત્યારે ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અને નાણાકીય સાયબર છેતરપિંડીના કિસ્સામાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરવા સમજાવવામાં આવ્યું હતું.

“ઓટીપી કોઈને ન આપો, અજાણી લિંક પર ક્લિક ન કરો અને સાયબર છેતરપિંડીથી સાવચેત રહો.”પી. આઈ કે.આઈ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ WPC અનુપાબેન એસ.ઝાલા, આઈ ટી એક્સપર્ટ સેજલબેન લાખણોત્રા, પીએલવી પ્રકાશ જે. મકવાણા આચાર્ય તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande