ઉના સરકારી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ
ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ઉના શહેરની સરકારી હોસ્પિટલ (રેફરલ હોસ્પિટલ) ખાતે નવ નિયુક્ત પ્રાંત અધિકારી કે.જે. શામળાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હોસ્પિટલની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તેમજ દર્દીઓને ગુ
ઉના સરકારી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ


ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ઉના શહેરની સરકારી હોસ્પિટલ (રેફરલ હોસ્પિટલ) ખાતે નવ નિયુક્ત પ્રાંત અધિકારી કે.જે. શામળાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હોસ્પિટલની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તેમજ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકની શરૂવાત પ્રાંત અધિકારી શામળાજીના સ્વાગત થી કરવામાં આવી સભ્યો ધ્વારા શાલ ઓઢાડી ગુલદસ્તો આપી તેમનું વેલ્કમ કરવામાં આવ્યો. ત્યારબાદ વિવિધ મુદે ચર્ચાની શરૂવાત કરવામાં આવી ખાસ કરીને હોસ્પિટલના મહેકમ, વિવિધ ખર્ચ, નવી બિલ્ડિંગના નિર્માણ તેમજ હાલની હોસ્પિટલના જરૂરી રખરખાવ અને સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાળવણી કાર્ય સમયસર થાય અને દર્દીઓ તથા તેમના પરિવારજનોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

નવી બિલ્ડિંગના નિર્માણ અંગેની કામગીરીને ગતિ આપવા તેમજ ચાલુ હોસ્પિટલના રખરખાવ અને વિકાસલક્ષી કામો અંગે પ્રાંત અધિકારી કે.જે. શામળાએ PIUના અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી. હોસ્પિટલના વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મિશ્રાજી, ધારાસભ્ય પ્રતિનિધિ કાળુભાઈ, દાતા હરેશભાઈ ટીલવાણી સભ્ સુનિલભાઈ મૂલચંદાની, ગિરીશભાઈ બાબરીયા સહિત રોગી કલ્યાણ સમિતિના સભ્યો તથા સંબંધિત PIU અધિકારી જયરાજ પરમાર,હોસ્પિટલના ભાવેશ ડેર,દિલીપ મોરી,ભાવેશ બાંભણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત RKS સભ્યોએ હોસ્પિટલના વિકાસ અને દર્દીઓની સુવિધા વધારવા અંગે પોતાના મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

રોગી કલ્યાણ સમિતિની આ બેઠક દ્વારા ઉના સરકારી હોસ્પિટલના વિકાસ, માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને દર્દીલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande