સાસણ-ગીર ખાતે પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરવામાં આવ્યું
જુનાગઢ 8 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢમાં ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર ખાતે પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરવામાં આવ્યું ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર, જૂનાગઢ ખાતે ઈકો ટુરીઝમ ઝોનમાં નિયત રૂટ ઉપર આવતીકાલથી તા.૦૯, ઓકટોબર ૨૦૨૬ થી પ્રવાસન સ્થ
સાસણ-ગીર ખાતે પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરવામાં આવ્યું


જુનાગઢ 8 ઓક્ટોબર (હિ.સ.)

જૂનાગઢમાં ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર ખાતે પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરવામાં આવ્યું ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર, જૂનાગઢ ખાતે ઈકો ટુરીઝમ ઝોનમાં નિયત રૂટ ઉપર આવતીકાલથી તા.૦૯, ઓકટોબર ૨૦૨૬ થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

આ તકે ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે ઓનલાઇન પરમીટ બુકીંગ શરૂ થઇ ગયેલ છે અને પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી પ્રવાસ પરમીટનું બુકિંગ હવેથી કરી શકશે. તેમ નાયબ વન સંરક્ષક વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ ભરમાંથી લોકો સાસણ ગીર ના અભયારણ્ય માં સિંહ દર્શન કરવા માટે આવે છે, ત્યારે સરકાર અને કર્મચારીઓ પણ આ સિઝન માટે કટિબધ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande