જૂનાગઢ જિલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ અન્વયે પોલીસ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા
જૂનાગઢ, 08 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ થી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થવા જઇ રહ્યો છે. તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલનારા આ મહોત્સવ દરમ્યાન સમગ્ર જિલ્લામાં શાંતિપુર્ણ વાતાવરણમાં નવરાત્રી સંપન્ન થાય તે મા
જૂનાગઢ જિલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ અન્વયે પોલીસ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા


જૂનાગઢ, 08 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ થી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થવા જઇ રહ્યો છે. તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલનારા આ મહોત્સવ દરમ્યાન સમગ્ર જિલ્લામાં શાંતિપુર્ણ વાતાવરણમાં નવરાત્રી સંપન્ન થાય તે માટે ચુસ્ત અને સઘન પોલીસ બંદોબસ્ત રાખવા આવનાર છે.

પ્રાચીન કે અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આપવામાં આવેલ માઇકની પરમીટમાં દર્શાવેલ સમય મર્યાદા મુજબ નિયત કલાક પછી માઇક ચાલુ ન રાખવામાં આવે તે સંબંધિત આ તહેવાર દરમ્યાન રાત્રીના કલાક બાર વાગ્યા બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે આવતી ફરિયાદ નિવારણ માટે નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીશ્રીઓના નામ, હોદ્દો તથા ટેલીફોન નંબર સહિતની વિગતવાર યાદીથી જાહેર જનતા અવગત થાય તે હેતુસર આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર ૦૨૮૫-૨૬૩૦૬૦૩, ૨૬૩૨૩૭૩, ૧૧૨ રહેશે. તેમ સુબોધ ઓડેદરા, પોલીસ અધિક્ષક જૂનાગઢ જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande