કચ્છમાં 108 બની જીવનની આશા, એક મહિનામાં 5479 લોકોને ઈમરજન્સી મદદ
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક જિલ્લામાં ઈમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અનેક પરિવારો માટે જીવન બચાવતી કડી બની રહી છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ કે પ્રસૂતિ જેવી ગંભીર પરિસ્થિતિમાં એક ફોન બાદ ગણતરી
કચ્છ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા


કચ્છ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા


કચ્છ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા


કચ્છ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા


કચ્છ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક જિલ્લામાં ઈમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અનેક પરિવારો માટે જીવન બચાવતી કડી બની રહી છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ કે પ્રસૂતિ જેવી ગંભીર પરિસ્થિતિમાં એક ફોન બાદ ગણતરીની મિનિટોમાં દર્દી સુધી પહોંચતી ૧૦૮ સેવા માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને દર્દીના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લામાં ૧૦૮ દ્વારા કુલ ૫૮૫૭ ઈમરજન્સી કેસનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમાં ૫૮૪૦ મેડિકલ ઈમરજન્સી ઉપરાંત પોલીસ સંબંધિત ૧૬ અને આગની એક ઈમરજન્સીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન કુલ ૫૪૭૯ લાભાર્થીઓને સમયસર સહાય મળી હતી. ગંભીર સ્થિતિ ધરાવતા ૬૬૫ જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમયગાળાના આંકડાઓમાં પ્રસૂતિ સંબંધિત ૨૦૮૩ કેસ નોંધાયા હતા, જ્યારે ૬૦૫ માર્ગ અકસ્માત અને ટ્રોમા, ૨૩૬ હૃદયરોગ તથા ૩૪૫ શ્વાસ લેવામાં તકલીફના કેસમાં ૧૦૮ની ટીમે મદદ પહોંચાડી હતી. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તાલીમબદ્ધ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા એમ્બ્યુલન્સમાં જ ૬૧ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આ દરમિયાન માતા અને નવજાત બંનેને જરૂરી તબીબી સહાય મળી હતી.

કચ્છમાં હાલમાં ૧૦૬ એમ્બ્યુલન્સનો કાફલો કાર્યરત છે. તેમાં બેઝિક અને એડવાન્સ લાઈફ સપોર્ટ ઉપરાંત વેન્ટિલેટર, મલ્ટી પેરા મોનિટર અને નવજાત શિશુઓ માટેની વિશેષ સુવિધાઓ ધરાવતી એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. ૪૫,૬૫૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કચ્છમાં સરેરાશ ૧૧ મિનિટ ૩૯ સેકન્ડના પ્રતિભાવ સમય સાથે સેવા પહોંચાડવામાં આવી હતી.

કચ્છમાં ૧૦૮ સેવા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૬.૯૫ લાખથી વધુ ઈમરજન્સી કેસનું સંચાલન થયું છે અને ૬.૯૨ લાખથી વધુ લોકો સુધી જીવનરક્ષક સહાય પહોંચાડવામાં આવી છે. ઈમરજન્સી સમયે ‘ગોલ્ડન અવર’નું મહત્વ જોતાં ૧૦૮ની ટીમ દ્વારા હોસ્પિટલ પહોંચતા પહેલાં આપવામાં આવતી સારવાર અનેક કિસ્સામાં નિર્ણાયક બની રહે છે. આ રીતે કચ્છમાં ૧૦૮ સેવા માત્ર એમ્બ્યુલન્સ નહીં, પરંતુ મુશ્કેલીની ઘડીએ આશા અને તાત્કાલિક સારવારની વિશ્વસનીય કડી બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande