ભુજમાં મુસ્લિમ કુંભાર કારીગરોની અનોખી કારીગરી : માટીના ગરબામાં પરંપરા સાથે આધુનિક ડિઝાઇનનો સંગમ
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભુજમાં માટીના ગરબા બનાવવાની પરંપરાગત કળા પણ નવા રંગ-રૂપ સાથે ખીલી ઊઠી છે.મુસ્લિમ પરિવારો પરંપરાગત કુંભાર કારીગરી સાથે સંકળાયેલા છે. ભુજના મુસ્લિમ કુંભાર કા
ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


ભુજના કુંભાર કારીગરોની માટીકળાના ગરબા


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભુજમાં માટીના ગરબા બનાવવાની પરંપરાગત કળા પણ નવા રંગ-રૂપ સાથે ખીલી ઊઠી છે.મુસ્લિમ પરિવારો પરંપરાગત કુંભાર કારીગરી સાથે સંકળાયેલા છે. ભુજના મુસ્લિમ કુંભાર કારીગરો દ્વારા વર્ષોથી માટીકામની પરંપરાને આગળ ધપાવતા નવરાત્રી માટે અવનવી ડિઝાઇનના ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક પર્વ સાથે જોડાયેલી આ કારીગરી પરિવાર માટે રોજગારીનું માધ્યમ બનવાની સાથે પરંપરાગત હસ્તકળાને પણ જીવંત રાખી રહી છે.

નવરાત્રીના દિવસો નજીક આવતાં ગરબાની માંગમાં વધારો થતો હોવાથી કુંભાર કારીગરો તેની તૈયારી મહિનાઓ અગાઉથી શરૂ કરી દે છે. માટીની પસંદગીથી લઈને ગરબાને આકાર આપવાની પ્રક્રિયા, તેને સૂકવવા, રંગકામ કરવા અને અંતે વિવિધ પ્રકારની સજાવટથી આકર્ષક બનાવવામાં આવે છે. સમયની બદલાતી પસંદગી પ્રમાણે હવે માત્ર પરંપરાગત આકાર પૂરતો સીમિત ન રહી ગરબામાં વિવિધ ડિઝાઇન, રંગોની કલાત્મક ગોઠવણી અને મડવર્કનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

ગરબાને વધુ સુંદર બનાવવામાં પરિવારની મહિલાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેઓ ગરબા પર હાથથી નાજુક ડિઝાઇન તૈયાર કરે છે, મડવર્ક કરે છે તેમજ કાચના ટુકડાઓ અને અન્ય શણગાર સામગ્રીની મદદથી તેને અલગ દેખાવ આપે છે. દરેક ગરબાને આકર્ષક અને કલાત્મક બનાવવામાં કારીગરોની મહેનત અને સર્જનાત્મકતા જોવા મળે છે.

પર્યાવરણની કાળજીને પણ આ કારીગર પરિવાર દ્વારા મહત્વ આપવામાં આવે છે. ગરબાના રંગકામ દરમિયાન શક્ય તેટલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવાની કાળજી રાખવામાં આવે છે, જેથી પરંપરાગત માટીના ગરબાની સાથે પર્યાવરણને અનુકૂળ અભિગમ જળવાઈ રહે.

નવરાત્રીના પર્વ દરમિયાન માટીના ગરબાની ખરીદી કરતા લોકોમાં પણ વિવિધ ડિઝાઇન અને હાથની કારીગરી પ્રત્યે રસ જોવા મળે છે. ભુજના આ કારીગરો માટે ગરબા બનાવવાનું કામ માત્ર વ્યવસાય નથી, પરંતુ પેઢીઓથી ચાલતી માટીકલાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ છે. આમ, નવરાત્રીના પર્વની રોનક વધારતા આ માટીના ગરબા કારીગર પરિવારની મહેનત, સર્જનાત્મકતા અને પરંપરાગત કળાની સુંદર કહાની પણ રજૂ કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande