માતાના મઢ દર્શને નીકળેલા પરિવાર પર કાળનો કહેર, 13 વર્ષની દીકરીનું કરુણ મોત
- દેશલપર નજીક પાછળથી ધસી આવેલી ટ્રકે બાઇકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત, પિતાની નજર સામે દીકરીએ ગુમાવ્યો જીવ; માનકુવા પોલીસે માનવતા દાખવી પરિવારને વતન પહોંચાડ્યો કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ તાલુકાના સામત્રા અને દેશલપર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર મ
દેશલપર અકસ્માત કેસ મદદ કરનાર પોલીસ


દેશલપર અકસ્માત કેસ hatbhagi


- દેશલપર નજીક પાછળથી ધસી આવેલી ટ્રકે બાઇકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત, પિતાની નજર સામે દીકરીએ ગુમાવ્યો જીવ; માનકુવા પોલીસે માનવતા દાખવી પરિવારને વતન પહોંચાડ્યો

કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ તાલુકાના સામત્રા અને દેશલપર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે માતાના મઢ દર્શને નીકળેલા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. આશિષ હોટેલ નજીક પાછળથી આવેલી એક ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં થયેલા અકસ્માતમાં માત્ર 13 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ નીકળેલી દીકરીનું પિતાની નજર સામે જ મોત થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વીરપર ગામનો કોળી પરિવાર માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યો બે અલગ-અલગ મોટરસાઈકલ પર સવાર થઈ કચ્છ તરફ આવી રહ્યા હતા. મંગળવારે સાંજના સમયે તેઓ સામત્રા-દેશલપર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આશિષ હોટેલ નજીક પાછળથી આવી રહેલી ટ્રકે આગળ જઈ રહેલી મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

ટ્રકની ટક્કરથી મોટરસાઈકલ પર સવાર 13 વર્ષીય નિશા રસ્તા પર પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનું પૈડું તેના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે નિશાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આંખોની સામે દીકરીને ગુમાવવાના આઘાતથી પરિવારજનોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. માતાના મઢના દર્શન માટે નીકળેલા પરિવારને રસ્તામાં જ આ દુઃખદ ઘટનાનો સામનો કરવો પડતાં ખુશીનો માહોલ શોકમાં બદલાઈ ગયો હતો.

અકસ્માની જાણ થતાં માનકુવા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. એએસઆઈ મુકેશભાઈ સાધુ અને હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જરૂરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગેની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

આ દુઃખદ ઘટના વચ્ચે માનકુવા પોલીસના એએસઆઈ મુકેશભાઈ સાધુએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના ખર્ચે શબવાહિનીની વ્યવસ્થા કરી હતી અને મૃત બાળકીનો મૃતદેહ પરિવાર સાથે તેમના વતન વીરપર પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસની આ સંવેદનશીલ કામગીરીએ દુઃખની ઘડીમાં પરિવારને માનવીય સહારો પૂરો પાડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande