ભાવનગરમાં રૂ.6.35 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર,08 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ખાતે સતનામ ઢાબા સામે હાઇવે રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ‘જય શ્રી માંડવરાયજી’ લખેલ
દારૂ સાથે ઝડપાયેલ આરોપી


ભાવનગર,08 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ખાતે સતનામ ઢાબા સામે હાઇવે રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ‘જય શ્રી માંડવરાયજી’ લખેલા આઇસર વાહનમાં તાડપત્રીની આડમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરી અમદાવાદથી ભાવનગર તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી આઇસર ને અટકાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 504 બોટલ મળી આવી હતી. જેમાં વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીની 180 એમએલ, 750 એમએલ અને 2 લીટર બોટલો તેમજ વોડકાની બોટલનો સમાવેશ થાય છે. પોલીસે દારૂનો કુલ રૂ.1,25,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત પોલીસે રૂ.10 હજારનો ઓપ્પો મોબાઇલ ફોન તથા રૂ.5 લાખની કિંમતનું આઇસર વાહન મળી કુલ રૂ.6,35,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગોરખી, તાલુકો તળાજાના અરવિંદ છગનભાઇ ડોડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે કાળાનાળાના રાજુ ખેતાભાઇ સોલંકીને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

 rajesh pande