પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ
- બેઠકમાં વિકાસ યોજનાઓની સમીક્ષા પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સપ
પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ, બેઠકમાં વિકાસ યોજનાઓની સમીક્ષા


- બેઠકમાં વિકાસ યોજનાઓની સમીક્ષા

પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2026 સુધી થયેલી કામગીરી, લાભાર્થીઓને મળેલા લાભ તેમજ વિવિધ વિભાગોના બાકી પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન પાણી પુરવઠા, ICDS, માર્ગ-મકાન, શિક્ષણ, ખેતીવાડી, મધ્યાહન ભોજન, પુરવઠા, વન વિભાગ, નગરપાલિકા, UGVCL, મનરેગા, ઈ-ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ અને નેશનલ લેન્ડ રેકોર્ડ સહિતની યોજનાઓ અને વિભાગોની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. યોજનાઓના અમલીકરણ દરમિયાન ઉભી થતી સમસ્યાઓ અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી.

સાંસદ ભરતસિંહ ડાભીએ વિકાસકાર્યો સમયસર પૂર્ણ કરવા, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવી બાકી પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande