
મહેસાણા, 08 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી 12 ઓક્ટોબર, 2026ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળવવા ઇચ્છતા ઉમેદવારોને આ ભરતી મેળામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભરતી મેળો મહેસાણાના રાજમહેલ કેમ્પસમાં આવેલી રોજગાર વિનિમય કચેરી, બ્લોક નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સવારે 10:30 વાગ્યે યોજાશે. ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા માટે જરૂરી વિગતો મેળવી સમયસર સ્થળ પર પહોંચવા જણાવાયું છે.
ભરતી મેળા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઉમેદવારો નીચેની લિંક દ્વારા નોંધણી કરી શકે છે:
રજિસ્ટ્રેશન લિંક: https://forms.gle/tfkHoygJkVNbgD…
ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નોંધણીની લિંક અને ભરતી સંબંધિત વિગતોની ખાતરી કરી લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR