મહેસાણાની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલમાં સ્કૂલ બસના ચાલકો માટે માર્ગ સલામતી સેમિનાર યોજાયો
મહેસાણા, 08 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણાની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ખાતે RTO મહેસાણા દ્વારા સ્કૂલ બસના ચાલકો માટે માર્ગ સલામતી અંગે વિશેષ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોને જરૂરી માર
મહેસાણાની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલમાં સ્કૂલ બસના ચાલકો માટે માર્ગ સલામતી સેમિનાર યોજાયો


મહેસાણા, 08 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણાની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ખાતે RTO મહેસાણા દ્વારા સ્કૂલ બસના ચાલકો માટે માર્ગ સલામતી અંગે વિશેષ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં સ્કૂલ બસની નિયત ઝડપ જાળવવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, બસમાં ઓવરલોડિંગ ટાળવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

સ્કૂલ બસમાં મુસાફરી કરતા બાળકોની સલામતીની જવાબદારીને ધ્યાનમાં રાખીને ચાલકોએ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. બાળકોને સુરક્ષિત રીતે શાળાએ લાવવા અને ઘરે પહોંચાડવા માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande