




પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : JCI પોરબંદર પ્લસ દ્વારા આયોજિત JCI વેલકમ નવરાત્રિ 2026ના ઉત્સવમય માહોલની સાથે સાથે જેસીઆઈની
લેડી વિંગ દ્વારા નવરાત્રી શૃંગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના રંગ, ઉમંગ અને પરંપરાને ઉજાગર કરતી આ
સ્પર્ધામાં ગરબા શણગાર, આરતી શણગાર અને ચુંદડી શણગાર એમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી
હતી. આ પ્રસંગે શહેરભરમાંથી બહેનો દ્વારા મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં
આવ્યો હતો અને આ આયોજનને બિરદાવામાં આવ્યું હતું.
પરંપરાગત કલાત્મકતા, સર્જનાત્મકતા અને ભક્તિભાવથી કરવામાં
આવેલા સુંદર શણગારે સમગ્ર વેલકમ નવરાત્રીના વાતાવરણને વધુ રંગીન અને આકર્ષક
બનાવ્યું હતું.
સ્પર્ધાના વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્રો
એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન JCI પોરબંદર પ્લસ લેડી વિંગના ચેરપર્સન
દિશા લાખાણી તથા સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya