માધવપુરની શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે સેજા કક્ષાના પોષણ માહની ઉજવણી કરાઈ.
પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર તાલુકાના માધવપુર સ્થિત શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે આઈ.સી.ડી.એસ. અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેજા કક્ષાના પોષણ માહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોષણ અને આરોગ્ય સ
માધવપુરની  શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે સેજા   કક્ષાના પોષણ માહની ઉજવણી કરાઈ.

માધવપુરની  શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે સેજા   કક્ષાના પોષણ માહની ઉજવણી કરાઈ.

માધવપુરની  શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે સેજા   કક્ષાના પોષણ માહની ઉજવણી કરાઈ.

માધવપુરની  શેઠ એન.ડી.આર. હાઈસ્કૂલ ખાતે સેજા   કક્ષાના પોષણ માહની ઉજવણી કરાઈ.

પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર તાલુકાના માધવપુર સ્થિત શેઠ એન.ડી.આર.

હાઈસ્કૂલ ખાતે આઈ.સી.ડી.એસ. અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેજા કક્ષાના પોષણ

માહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પોષણ અને આરોગ્ય સંબંધિત

વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટેક

હોમ રાશન (THR) નો

ઉપયોગ કરીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તે અંગે THR રેસિપી ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું

હતું.

વધુમાં, સેનિટરી ટૂલ કિટ તથા ગ્રોથ મોનિટરિંગ

સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ફૂડ ફોર્ટિફિકેશન, આયોડિનયુક્ત મીઠું અને ફોર્ટિફાઇડ

ચોખાના આરોગ્યલક્ષી ફાયદા, આહારમાં વિવિધતાનું મહત્વ, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓનું નિયમિત

સેવન, એનિમિયાથી

મુક્તિ, કુપોષણ

નાબૂદી, વ્યક્તિગત

તથા પર્યાવરણીય સ્વચ્છતા, જંક ફૂડના સેવનથી થતા નુકસાન તેમજ ટેક હોમ રાશન (THR)ના મહત્વ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા

કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત કિશોરીઓ અને મહિલાઓને

દૈનિક જીવનમાં પૌષ્ટિક અને સંતુલિત આહાર અપનાવવા તેમજ જંક ફૂડના સેવનથી દૂર રહેવા

માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિભાગીય મુખ્ય સેવિકા (MS), આંગણવાડી કાર્યકરો, શાળાના શિક્ષકઓ તેમજ મોટી સંખ્યામાં

કિશોરીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande