દુષ્કર્મના આરોપી રમેશ છેલાણાને જડપી પડતી પોરબંદર પોલીસ
પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : હાર્બર મરીન પોલીસ મથકમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી રમેશ છેલાણાને પોરબંદર LCBએ મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ઝ
દુષ્કર્મના  આરોપી  રમેશ  છેલાણાને જડપી પડતી  પોરબંદર પોલીસ.


પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : હાર્બર મરીન પોલીસ મથકમાં સગીરા સાથે વારંવાર

દુષ્કર્મ આચરવા અને જાનથી

મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી રમેશ છેલાણાને પોરબંદર LCBએ મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આજે

આરોપી રમેશ છેલાણાને તેમના ગામ ઓડદર ખાતે લઇ જવામા આવ્યો હતો અને રીકન્સ્ટ્રકશન કરવામા આવ્યુ હતુ તેમના ઘર નજીક તેમની જોહરમા

સરભરા કરવામા આવી હતી.

મહારાષ્ટ્ર સુધી તપાસનો દોર લંબાવી LCBએ આરોપીને ઝડપી પાડી પોરબંદર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર

આરોપીને ઝડપથી પકડવાની આ કામગીરીથી

પોરબંદર પોલીસની સતર્કતા અને ગુનાખોરી સામેની કડક કાર્યવાહી સામે આવી છે. આરોપીની ધરપકડ બાદ હવે

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીને તેના ગામ ઓડદર લઈ જવાયો હતો.

અહીં પોલીસે આરોપીનો સરાજાહેર

વરઘોડો કાઢ્યો હતો. પોલીસની સુરક્ષા વચ્ચે આરોપીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો. આ સમગ્ર

કાર્યવાહી દરમિયાન પોલીસનો કડક અને ‘સિંઘમ’ અંદાજ જોવા મળ્યો હતો. ગુનાખોરી સામે પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરે તેવો સ્પષ્ટ

સંદેશ આ કાર્યવાહી થી આપવામાં આવ્યો હતો.

ઓડદર ખાતે આરોપી પાસેથી પોલીસે સમગ્ર ઘટનાનું

રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સુરજી મહેડુ, LCBના ઇન્ચાર્જ પીઆઇ કાંબરીયા સહિતના

પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સગીરાને પરિવારના

સભ્યોને જાણ ન કરવા ધમકી આપવામાં

આવતી હોવાની પણ પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande