પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે  રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ
પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લા ખાતે ‘સેવાના સંગ રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ કલા મહોત્સવ 2026 અંતર્ગત પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયના વિજ્ઞાન ભવન ખાતે વ્યક્તિગત રંગોળી, ગ્રુપ રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજ
પોરબંદરની  બાલુબા  કન્યા  વિદ્યાલય  ખાતે  રંગોળી  અને  કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ


પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લા ખાતે ‘સેવાના સંગ રાષ્ટ્રના

સંગ’ થીમ હેઠળ કલા મહોત્સવ 2026 અંતર્ગત પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયના

વિજ્ઞાન ભવન ખાતે વ્યક્તિગત રંગોળી, ગ્રુપ રંગોળી અને કોલાજ વર્ક

સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની

કચેરી ગાંધીનગર દ્વારા નોંધણી થયેલા 150 જેટલા સ્પર્ધકો તેમજ શાળાના 350 જેટલા બાળકો મળીને કુલ 500 જેટલા સ્પર્ધકોએ બાલુબા કન્યા

વિદ્યાલયના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ વ્યક્તિગત રંગોળી, ગ્રુપ રંગોળી અને કોલાજ વર્ક

સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક હિસ્સો લીધો હતો.

આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને

મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા. વ્યક્તિગત સ્પર્ધાના 6 વિજેતાઓને તેમજ ગ્રુપ સ્પર્ધાના 3 વિજેતાઓને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક

પ્રવૃતિઓની કચેરી દ્વારા પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પોરબંદર જિલ્લા

કલેકટર એસ. ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, નાયબ કલેકટર કમલ ચૌધરી, ભાજપ મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા, યુવા મોરચાના ભાજપ મહામંત્રી નેહલબેન

થાનકી, કોર્પોરેટર

તથા પોરબંદર મહાનગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રુહીબેન કોટિયા તેમજ

એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નમ્રતાબા ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande