સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રક રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં! 1500થી 2000 ટ્રકથી ધમધમતો ટ્રાન્સપોર્ટ વ્યવસાય
અમરેલી, 08 ઓક્ટોબર (હિ. સ.) : સૌરાષ્ટ્રમાં લોડીંગ અને પરિવહન ક્ષેત્રે અમરેલી જિલ્લાનો રાજુલા-જાફરાબાદ વિસ્તાર આગવું સ્થાન ધરાવે છે. દરિયાઈ પટ્ટો, ઔદ્યોગિક એકમો અને પીપાવાવ પોર્ટ સાથે જોડાયેલા વ્યવસાયને કારણે અહીં ટ્રક પરિવહનનો મોટો વ્યવસાય વિકસ્યો
08 ઓક્ટોબર (હિ.સ.)સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રક રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં! 1500થી 2000 ટ્રકથી ધમધમતો ટ્રાન્સપોર્ટ વ્યવસાય


અમરેલી, 08 ઓક્ટોબર (હિ. સ.) : સૌરાષ્ટ્રમાં લોડીંગ અને પરિવહન ક્ષેત્રે અમરેલી જિલ્લાનો રાજુલા-જાફરાબાદ વિસ્તાર આગવું સ્થાન ધરાવે છે. દરિયાઈ પટ્ટો, ઔદ્યોગિક એકમો અને પીપાવાવ પોર્ટ સાથે જોડાયેલા વ્યવસાયને કારણે અહીં ટ્રક પરિવહનનો મોટો વ્યવસાય વિકસ્યો છે. સ્થાનિક ટ્રક સંચાલકોના જણાવ્યા મુજબ રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અંદાજે 1500થી 2000 જેટલા ટ્રક કાર્યરત છે.

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અનેક કંપનીઓ અને ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી માલસામાનની હેરાફેરી માટે ટ્રકોની સતત જરૂરિયાત રહે છે. ખાસ કરીને પીપાવાવ વિસ્તારની કંપનીઓમાંથી વિવિધ પ્રકારના માલસામાનનું લોડીંગ કરી અન્ય રાજ્યો સુધી પહોંચાડવા માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત જાફરાબાદ દરિયાઈ વિસ્તાર હોવાથી માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયમાં પણ ટ્રક મહત્વની ભૂમિકા ભજવે છે.

જાફરાબાદમાંથી માછલીઓ અને અન્ય માલસામાનને દેશના વિવિધ શહેરો અને રાજ્યો સુધી પહોંચાડવા માટે મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કાર્યરત છે.

ટ્રક સંચાલક મહેશભાઈ ડેરે જણાવ્યું હતું કે, રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અલગ-અલગ કંપનીઓ આવેલી હોવાથી ટ્રાન્સપોર્ટના વ્યવસાયને મોટો લાભ મળી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ વિસ્તારમાં અંદાજે 1500થી 2000 જેટલા ટ્રક લોકો દ્વારા રાખવામાં આવ્યા છે અને આ ટ્રકોનો સૌથી વધુ ઉપયોગ કંપનીઓમાંથી લોડિંગ માલસામાનની હેરાફેરી માટે થાય છે.

રાજુલા-જાફરાબાદથી ટ્રકો માત્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યો સુધી માલસામાન પહોંચાડે છે. ખાસ કરીને કન્યાકુમારી, બેંગલોર, હૈદરાબાદ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ સહિતના વિસ્તારોમાં અહીંથી માલસામાનની હેરાફેરી કરવામાં આવે છે.

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ટ્રકોની મોટી સંખ્યા હોવાના કારણે ડ્રાઈવર, ક્લીનર, મિકેનિક, લોડીંગ-અનલોડીંગ કામદારો, સ્પેરપાર્ટ્સ અને ગેરેજ સહિતના અનેક નાના-મોટા વ્યવસાયોને પણ રોજગારી મળે છે.

આમ, ઔદ્યોગિક અને દરિયાઈ વ્યવસાયની સાથે રાજુલા-જાફરાબાદનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ સ્થાનિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે.

1500થી 2000 ટ્રકનો આ આંકડો સ્થાનિક ટ્રક સંચાલક દ્વારા જણાવવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande