પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 9 ઓક્ટોબરે સેવાસેતુ કાર્યક્રમો યોજાશે
પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 09 ઓક્ટોબર, 2026ના રોજ શુક્રવારના દિવસે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ગ
પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 9 ઓક્ટોબરે સેવાસેતુ કાર્યક્રમો યોજાશે


પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 09 ઓક્ટોબર, 2026ના રોજ શુક્રવારના દિવસે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને એક જ સ્થળેથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

કુતિયાણા તાલુકાના રોઘડા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રોઘડા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ચૌટા, સિંધપુર, માલણકા, રોઘડા, બીલડી, ડાડુકા અને વડાળા ગામના લોકો વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવી શકશે. તે જ રીતે, રાણાવાવ તાલુકાના ખીરસરા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બોરડી, અણિયારી, દોલતગઢ, રાણાવડવાળા, વાળોત્રા, ભોદ, ડૈયર અને મોકર ગામના ગ્રામજનો વિવિધ લાભો મેળવી શકશે.

જ્યારે પોરબંદર તાલુકાના રોજીવાડા ગામ ખાતે પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રોજીવાડા, કુણવદર, સીમર, પારાવાડા, ભોમીયાવદર, ઈશ્વરીયા, સોઢાણા અને ગોરાણા ગામના લોકો વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ લઈ શકશે.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાનારા આ સેવાસેતુ કાર્યક્રમોનો વધુમાં વધુ ગ્રામજનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande