ભાવનગરમાં સ્વચ્છતા હી સેવા-2026 હેઠળ ડ્રેનેજ લાઈનોની વિશેષ સફાઈ
ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત ‘જળ સંરક્ષણ અને સ્વચ્છ જળ સ્ત્રોત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગંદા પાણીના યોગ્ય નિકાલ અને જળ સ્ત્રોતોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી
સદાય કરવામાં આવી


ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત ‘જળ સંરક્ષણ અને સ્વચ્છ જળ સ્ત્રોત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગંદા પાણીના યોગ્ય નિકાલ અને જળ સ્ત્રોતોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ડ્રેનેજ લાઈનોની સફાઈ કરવામાં આવી હતી. ડ્રેનેજ લાઈનમાં જમા થયેલો કચરો, કાંપ તથા અન્ય અવરોધો દૂર કરી ગંદા પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ સ્વચ્છતા જાળવવા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

સ્વચ્છ જળ સ્ત્રોતોનું જતન અને જળ સંરક્ષણ માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જળ સ્ત્રોતો પ્રદૂષિત થવાની સાથે રોગચાળો ફેલાવાની સંભાવના પણ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અભિયાન હેઠળ નિયમિત સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જળ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તથા જાહેર સ્થળો અને જળ સ્ત્રોતોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નાગરિકોને પણ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ ભાવનગરના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande